આજ મને હસી લેવા દો! | Vedant Dave

Instagram: Vedantdave3011●આજ મને હસી લેવા દો!●

•દુ:ખી થવાનું કારણ શું?આજ મને હસી લેવા દો! મુજ ઘણાં દુ:ખો દેખાય છે,સુખને શોધતો ફરું છું!

તો પણ, •દુ:ખી થવાનું કારણ શું?આજ મને હસી લેવા દો! મુજ આજે જ્ઞાત થાય છે કે નજરમાં જ ખોટ હતી, દુ:ખો શોધતી રહી અને સુખ આગળ જ હતું કે મારી આંખો જ બંધ હતી!

•દુ:ખી થવાનું કારણ શું?આજ મને હસી લેવા દો!

જો ખામીઓ જ શોધવા નિકળીશ,તો કદાચ ભગવાનમાં પણ ખામીઓ શોધી કાઢીશ!

મારે શું કરવાં દુર્ગુણોને ગણી સદગુણોને અવગણવા છે!

•દુ:ખી થવાનું કારણ શું?આજ મને હસી લેવા દો!

કાલ સુધી મને છપ્પન-ભોગ પણ ક્યાંક અધુંરા લાગતાં હતાં,

આજ મારી ભુખ સાદા ભોજનથી જ મટી જાય છે!

•દુ:ખી થવાનું કારણ શું?આજ મને હસી લેવા દો!

કાલ સુધી મને પાકાં-મકાનો જોઇ મારાં કાચા-મકાનનું કાઈ અસ્તિત્વ જ નતું દેખાતું,

આજ મને ખાલી મારાં માથાં પરની છત જોઇ લેવા દો,

•દુ:ખી થવાનું કારણ શું?આજ મને હસી લેવા દો!